The Devyani's KitchenTest of Restaurant at Home
પાકા બિલાનું શરબત બનાવવાની રીત | બે પ્રકારનું બિલા નું શરબત | બિલાના પલ્પને આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સરળ રીત | Billa nu juice recipe in Gujarati | Wood apple squash | Indian Street drink | Summer special health juice

પાકા બિલાનું શરબત બનાવવાની રીત | બે પ્રકારનું બિલા નું શરબત | બિલાના પલ્પને આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સરળ રીત | Billa nu juice recipe in Gujarati | Wood apple squash | Indian Street drink | Summer special health juice

આજે બનાવવાનું છે. બીલાનું શરબત. અને આ બીલાનું શરબત ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આ બીલાનું શરબત અને બીજું બિલાનો પલ્પ સ્ટોર કરીને પણ આખું વર્ષ સ્ટોર કરીને શરબત બનાવીને સર્વ કરી શકો છો. આ બીલાનું શરબત સ્વાસ્થ્ય માટે પણ સારું અને સ્વાદમાં પણ ટેસ્ટી બને છે. તો ચાલો ઇન્સ્ટન્ટ બીલાનું શરબત અને તેનું પલ્પ સ્ટોર કરી શકાય તે નીચે મુજબ છે.

( Tags- પાકા બિલાનું શરબત બનાવવાની રીત | બે પ્રકારનું બિલા નું શરબત | બિલાના પલ્પને આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સરળ રીત | Billa nu juice recipe in Gujarati | Wood apple squash | Indian Street drink | Summer special health juice | How to make billa juice )

પાકા બિલાનું શરબત બનાવવાની રીત ( How to make billa juice )

બીલાનું શરબત બનાવવા માટે એક પાકું બિલ લેવાનું છે અને બિલાનું ફળ બીલીપત્રના પાન ચઢે તે ઝાડમાંથી લેવાનું છે. હવે તે બિલાને ચપ્પુની મદદથી કાપી શકાતો નથી, એટલે તેને તોડી લેવાનું છે અને બે ભાગ કરી લેવાના છે અને તે બિલની અંદર પલ્પ છે તેને ચમચીની મદદથી કાઢી લેવું અને પાકેલું બિલું ટેસ્ટમાં ખુબ જ સરસ અને ગળ્યું લાગે છે તે બિલાને તડકામાં સૂકવી તેને દળીને પાવડર કરી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો.

જ્યારે મોટા અથવા નાના બાળકો લુઝ મોશન માં થઈ જાય તો એક ચમચી બીલાનો પાવડરમાં થોડી ખસખસ, સાકર અને દહીં નાખી ચાટી જવાથી loose motion તરત રાહત મળે છે. હવે આખા બિલામાંથી ચમચીની મદદથી બધું જ પલ્પ કાઢી લેવાનો છે અને તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી સરસ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનો છે અને હવે મેસરની મદદથી મેશ કરી લેવાનો છે.

હવે સરસ રીતે મેશ થઈ જાય એટલે મોટી ગળણીમાં મેષ કરેલો પલ્પ નાખી ગાળી લેવો અને લીંબુ વરિયાળીનું સરબત તો તમે પિતા જ હશો. પરંતુ એકવાર ગરમીમાં બીલાનું શરબત પીજો, ખૂબ જ મજા આવે છે અને સરસ રીતે ગાળી લીધા પછી વધેલા પલ્પને બાઉલમાં લઈ ફરી થોડું પાણી નાંખી મિક્સ કરી ગાળી લેવાનું છે.

હવે તેમાં બે થી ત્રણ ચમચી દળેલી ખાંડ અને સાથે ૧/૪ ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર ઉમેરવો અને સરસ રીતે મિક્ષ કરી લેવું અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લેવું અને તે બીલાનું શરબતને serving ગ્લાસમાં કાઢી લેવું. હવે તેની માટે બે ગ્લાસ લેવા અને તેમાં ice cube ઉમેરી અને બનાવેલું શરબત સર્વિંગ ગ્લાસમાં ઉમેરી દેવું.

હવે સ્ટોર કરવા માટે બીલાનું syrup બનાવવું. તેની માટે એક મોટી સાઈઝનું બિલું લેવું અને તેને પણ તોડી તેમાં ચમચીની મદદથી પલ્પ કાઢી લેવું અને આખા બિલાનો પલ્પ કાઢી તેમાં બે ગ્લાસ પાણી નાંખી અને તેને ગેસ પર મૂકી અને ગેસની ફ્રેલેમને શરૂ કરી મેંશરની મદદથી મેષ કરતા જવું અને ગરમ કરી લેવાનું છે. હવે પલ્પને ગરણીની મદદથી ગાળી લેવું.

હવે તે પલ્પ માં ફરી થોડું પાણી નાખી સરસ રીતે ચમચીની મદદથી ઘસીને પલ્પને કાઢી લેવો અને બચેલા કુસ્સામાં એક ગ્લાસ પાણી નાખી મેસ કરી, અને તેને ગાળીને શરબત પણ બનાવી શકો છો. અને બીજ નીકળી ગયા પછી ગળેલા પલ્પને ફરી ગેસ પર મૂકી અને તેમાં એક નાની વાટકી સફેદ સાકર અને એક નાની વાટકી પેટી સાકર એટલે કે ઓરેન્જ સાકર ઉમેરી દેવી અને સરસ રીતે મિક્ષ કરી લેવું. તમે સાકરની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો અને તે સિરપને સાત થી આઠ મિનિટ ઊકળવા દેવું અને આઠ મિનિટ પછી ગેસ ની ફ્રેમ બંધ કરી તેને નીચે ઉતારી લેવું અને ઠંડુ થવા દેવું.

હવે તે ઠંડી થઈ જાય એટલે તેમાં બે નાના અને એક મોટું એમ ત્રણ લીંબૂનો રસ કાઢીને ઉમેરી દેવો અને સરસ રીતે મિક્ષ કરી લેવું હવે બિલ્લાની syrup સ્ટોર કરવા માટે એક કાચની એરટાઈટ બોટલ લેવી અને તેમાં syrup ભરી દેવો, અને ઢાંકણ ઢાંકી ફ્રીજ માં મૂકી દેવાનું છે.

હવે બનાવેલી સ્ટોરેજ સીરપ માંથી જ્યુસ બનાવી લેવું. તેની માટે એક કાચનો ગ્લાસ લેવો અને તેમાં થોડા ice cube ઉમેરી તેમાં બનાવેલી ત્રણ ચમચી ઉમેરી અને પાણી ઉમેરી દેવું. તેમાં ચપટી શેકેલા જીરાનો પાઉડર અને થોડો સંચળ પાઉડર ઉમેરી, થોડું ઠંડું પાણી ઉમેરી મિક્ષ કરી લેવું. તો ઇન્સ્ટન્ટ બીલાનું શરબત અને સ્ટોરેજ સીરપ ની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

મેંગો ફ્રૂટી બનાવવાની રીત
તૂટી-ફૂટી બનાવવાની રીત
વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.