The Devyani's KitchenTest of Restaurant at Home
તૂટી-ફૂટી બનાવવાની રીત | વેસ્ટ માંથી બેસ્ટ રેસિપિ | હોમમેડ તૂટીફૂટી રેસિપિ | Tutti frutti recipe | Tutti frutti recipe in Gujarati

તૂટી-ફૂટી બનાવવાની રીત | વેસ્ટ માંથી બેસ્ટ રેસિપિ | હોમમેડ તૂટીફૂટી રેસિપિ | Tutti frutti recipe | Tutti frutti recipe in Gujarati

આજે આપણે એક વેસ્ટ માંથી બેસ્ટ એવી રેસિપી બનાવવાની છે, પપૈયાની ટુટીફુટી તો તમે બનાવી જ હશે પરંતુ આજે તમને તરબૂચનો જે વાઇટ ભાગ હોય છે તેમાંથી આજે તૂટીફૂટી બનાવવાની છે જે એકદમ બહાર જેવી જ ટેસ્ટી અને કલરફુલ બને છે અને આ તૂટીફૂટીને તમે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો બનાવવામાં એકદમ સરળ, ટેસ્ટી, કલરફુલ એવી વેસ્ટ માંથી બેસ્ટ આઈટમ બનાવવાનું શરૂ કરીએ.

( Tags- તૂટી-ફૂટી બનાવવાની રીત | વેસ્ટ માંથી બેસ્ટ રેસિપિ | હોમમેડ તૂટીફૂટી રેસિપિ | Tutti frutti recipe | Tutti frutti recipe in Gujarati | How to make Tutti frutti recipe | Home made Tutti frutti recipe | Tutti frutti recipe from watermelon )

તૂટી-ફૂટી બનાવવાની રીત ( Make a Tutti Frutti )

સૌપ્રથમ અડધું તરબૂચ લેવું તે તરબૂચ ને ચપ્પુ વડે 2 ભાગ કરી લેવા અને તેમાંથી મીડિયમ સાઇઝની ચીરો કરી લેવી અને તરબૂચનો જે લાલ ભાગ છે તેને ચપ્પુ વડે કાઢી લેવો અને તેને ખાવા માટે સાઈડ પર મૂકી દેવો.

હવે છાલમાં જે લાલ ભાગ રહ્યો હોય તેને ચપ્પુની મદદથી ઘસીને કાઢી લેવું અને તરબુચની વેસ્ટ છાલમાંથી એક ચીર હાથમા લઈને તેમા ચપ્પુની મદદથી ઊભી લાઈન કરી પછી આડી લાઈન કરવી અને નાના નાના પીસ માં કાપી લેવા અને એક પછી એક બધી જ ચીરોને નાના-નાના ટુકડામાં કાપી લેવા.

હવે બધા જ તરબૂચના પીસીસ થઈ જાય એટલે એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકવું અને આ કાપેલા તરબૂચ ની છાલ ના પીસીસ ને ગરમ પાણીમાં ઉમેરી અને ૬ થી ૭ મિનિટ ઉકાળી લેવું હવે તરબૂચ ની છાલ ના ટુકડા ને ટ્રાન્સપરન્ટ થાય એટલે ગેસ ની ફલેમને બંધ કરી દેવી અને તેને ગેસ પરથી નીચે ઉતારી લેવું.

હવે ગેસ પર એક તપેલી મૂકવી અને તેમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું તેમાં 1 કપ ખાંડ ઉમેરવી અને ખાંડને પાણીમાં મેલ્ડ કરી લેવી અને બે થી ત્રણ મિનિટ રહેવા દેવું. હવે જારમાં ટુકડાને લઈ પાણીની મદદથી નીતારી લેવા અને ખાંડવાળા પાણીમાં નીતારેલ તરબૂચની છાલના ટુકડાને ઉમેરી દેવા અને ત્રણથી ચાર મિનિટ ઉકાળી લેવા.

હવે ખાંડવાળા ટુકડાને જેટલા કલર માં તૂટીફૂટી કરવી હોય તેટલા અલગ અલગ બાઉલમાં કાઢી લેવી. અને ત્રણ બાઉલમાં કાઢી લીધા પછી અલગ અલગ કલર ઉમેરી દેવા. સૌપ્રથમ પીળી ટુટીફુટી બનાવવી હોય તો તેના માટે ચપટી પીળો ફૂડ કલર ઉમેરવો અને ચમચીની મદદથી મિક્સ કરી લેવું હવે તે જ રીતે બીજા બાઉલમાં ચપટી રેડ ફૂડ કલર ઉમેરવો અને ચમચીની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું અને ત્રીજા બાઉલમાં ચપટી ગ્રીન કલર ઉમેરવો અને ચમચીની મદદથી મિક્ષ કરી લેવું હવે તે ત્રણેય બાઉલને બે થી ત્રણ કલાક રહેવા દેવું જેથી ટુટી ફૂટી ગળી પણ થઈ જાય અને કલર પણ સરસ રીતે સેટ થઈ જાય.

હવે ત્રણ કલાક પછી સૌપ્રથમ ચાસણી વાળી ટુટીફુટીને ગરણી વડે ગાળી લેવી અને બધી જ ચાસણી નિતારી તેને સિલ્વર પેપર ઉપર ટુટીફુટીને ફેલાવી દેવાની છે અને લાલ કલર ની ટુટીફુટી ને ગાળી તેને પીળી ટુટીફુટીની બાજુમાં ફેલાવી દેવી અને તે જ રીતે ગ્રીન ટુટીફુટીને ચાસણીમાંથી ગાળીને તેને પણ લાલ ટુટીફુટીની બાજુમાં ફેલાવી દેવી.

હવે તે ત્રણેય કલર ની ટુટીફુટીને સૂકવવા માટે એક દિવસ તડકામાં સૂકવી દેવાની છે. જો એક દિવસમાં ન સુકાય તો બીજા દિવસે સુકવવાની છે હવે એક દિવસ પછી તરબૂચ ની છાલની ટુટીફુટી સુકાઈને તૈયાર થઈ જાય એટલે તેને પેપર પરથી ઉપાડી લેવી અને તે તૈયાર થઈ ગયેલી તૂટીફૂટીને એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી દેવી. તો એકદમ મસ્ત ગળી કલરફુલ ટુટીફુટી વેસ્ટમાંથી બેસ્ટ તરબૂચની છાલ માંથી બનાવેલી ટુટીફુટીની રેસીપી પસંદ આવે તો અમારી વેબસાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

તરબૂચ મોજીટો બનાવવાની રીત
મસાલા છાશ બનાવવાની રીત
લીંબુ સોડા બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.