આજે આપણે બનાવવાનું છે એકદમ સરળ અને પચાવામાં પણ એકદમ હળવા તેવા ઉતપમ બનાવવાના છે તમે ઉત્તપમ ને બાળકોને લંચબોક્સમાં અથવા નાસ્તામાં પણ સર્વ કરી શકો છો અને સાંજના જમવામાં પણ આ ઉતપમ બનાવી શકાય છે આ postik નાસ્તો કહેવામાં આવે છે તો ચાલો ઉત્તપમ બનાવવાનું શરૂ કરીએ.(રેસ્ટોરેન્ટ જેવી ઉત્તપમ રેસિપિ | ગરમાં ગરમ મસાલેદાર ઉત્તપમ રેસિપિ | Uttapam recipe in Gujarati )
ઉતપમ બનાવાની સામગ્રી (Ingredients for Uttapam)
- 1 વાટકી સોજી
- 4 થી 5 મીઠા લીમડાના પાન
- 1 આદુનો ટુકડો
- એક વાટકી ખટુંબરી છાશ
- 1 નંગ નાનું કેપ્સીકમ મરચું
- 1 નંગ ટમેટું
- 1 નંગ ડુંગળી
- લીલા ધાણા
- સ્વાદ પ્રમાણે મીઠું
ઉત્તપમ બનાવવા માટે સૌપ્રથમ બેટર તૈયાર કરી લેવું અને તેમાં તેના માટે એક બાઉલમાં એક વાટકી સોજી ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું ચારથી પાંચ મીઠા લીમડાના પાન ને કાપી ને ઉમેરવા અને એક આદુનો ટુકડો ખમણી લેવો હવે એક વાટકી જેટલી ખાટી છાશ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી પંદર થી વીસ મિનિટ જેટલું રેસ્ટ કરવા મૂકી દેવાનું છે.
બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં ઉત્તપમમા નાખવામાં માટે વેજીટેબલ કાપી લેવા. તો એક નંગ ઝીણું કાપેલું ટમેટુ ઝીણા કાપેલા લીલા ધાણા ૧ નંગ ઝીણી કાપેલી ડુંગળી બે નંગ લીલા મરચાં અને ૧ નંગ નાનું ઝીણું કાપેલું કેપ્સીકમ મરચું લેવાનું છે તમે તમારી મનપસંદ પ્રમાણેના શાકભાજી લઇ શકો છો.
પંદરથી વીસ મિનિટ પછી તમે સોજી એકદમ સરસ પલાળીને ફૂલી ગઈ છે એ જોઈ લેવું ને બેટર ને આપણે મેડમ consistency વાળુ બનાવવાનું છે તો તેની માટે બેટર માં થોડી છાશ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે.
હવે ઉત્તપમ બનાવવા માટે ગેસ ઉપર નોન સ્ટિક લોઢી અથવા તવો મૂકવો તને તો ગરમ થાય એટલે તેલ લગાવી અને બેટર માંથી ચમચાની મદદથી થોડું થોડું બેટર લોટે ઉપર મુકવાનું અને હવે આબેટર ને આપણે ગોળ ફેલાવી દેવાનું છે.
પછી તેની ઉપર ડુંગળી ટામેટા લીલા મરચાં કેપ્સીકમ અને ધાણા sprinkle કરી લેવા. અને તેના ઉપર થોડું તેલ નાખી અને બે મિનીટ ચડવા દેવું પછી તાવેથા ની મદદથી ઉત્તપમ નો સાઈડ નો ભાગ ઉલટાવી લેવું અને બીજી સાઈડ માં પણ તેને બે મિનિટ ચઢવા દેવાનુ છે. જો તેલ ની જરૂર લાગે તો નાખવાનું, ઉત્તપમ ની બંને સાઇડ લાઈટ બ્રાઉન થઈ જાય એટલે ઉત્તપમને એક ડીશમાં કાઢી લેવાનું.
તો રેડી છે ટેસ્ટી પચવામાં હળવા અને બનાવવામાં પણ એકદમ સરળ એવા ઉત્તપમ તો હવે તેને ગ્રિન ચટણી અને સોસ સાથે સર્વ કરો.જો તમને આ ઉત્તપમ બનાવવાની રીત પસંદ આવે તો અમારી ચેનલમાં જોઈ લેવી.
અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,
રવા બેસન પેપર ઢોંસા | Rava besan pepar dosa in Gujarati
મસાલા રોટલો રેસિપિ | Masala Rotlo banavani rit
પાવભાજી ની ભાજી બનાવવાની રીત| Bhaji Banavani rit