The Devyani's KitchenTest of Restaurant at Home
વેજ હાંડી બનાવવાની એકદમ સરળ રીત| પંજાબી સબ્જી કેવી રીતે બનાવી |Veg Handi Recipe in Gujarati |Punjabi Recipe by The Devynai’s Kitchen

વેજ હાંડી બનાવવાની એકદમ સરળ રીત| પંજાબી સબ્જી કેવી રીતે બનાવી |Veg Handi Recipe in Gujarati |Punjabi Recipe by The Devynai’s Kitchen

આજે આપણી બનાવવાના છીએ રેસ્ટોરન્ટમાં ઢાબામાં મળે તેવી પંજાબી સબ્જી વેજ હાંડી રેસીપી
આ સબ્જી બનાવી ખૂબ જ સરળ છે તમે આ રેસિપી વાંચીને વેજ હાંડી ની સબ્જી રેસ્ટોરન્ટ જેવી જ ઘરે બનાવી શકો
સૌપ્રથમ આપણે વેજ હાંડી બનાવવા માટે તેની ગ્રેવી બનાવવી પડશે ( How to make Punjabi Recipe | Vegetable Handi Recipe in Gujarati | Veg Handi banavani rit )

ગ્રેવી બનાવવાની સામગ્રી:- Ingredients for Veg Handi Recipe

• ૨ નંગ ટામેટા ના ટુકડા
•૧ નંગ ડુંગળી ના ટુકડા
•1 ટેબલસ્પૂન પલાળેલા કાજુ
•50 ગ્રામ પનીરના ટુકડા
•1 ટેબલ સ્પૂન કસૂરી મેથી
•4 ટેબલ સ્પૂન તેલ
•1 ટેબલસ્પૂન કેપ્સીકમ

પેસ્ટ બનાવવાની સામગ્રી:Ingrediants for Paste

•એક આદુનો ટુકડો
•બે નંગ મરચા
7- 8 નંગ લસણની કળીઓ

ગ્રેવી બનાવવા માટે:- Ingredients for Gravey

ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ તેલને ગરમ કરી તેમાં કસુરી મેથી નાખી પેસ્ટ સાંતળી લઈશું પછી ડુંગળી ટામેટા, કાજુ ,પનીર ,કેપ્સિકમ નાખી ચડવા દઈશું. પછી તેમાં થોડું પાણી નાખી ક્રશ કરી ગ્રેવી બનાવી શું ગ્રેવી દાણી- દાણી કરવી એક રસ ન કરવી

અન્ય બીજી સામગ્રી:- other Important Ingredients

•૪ થી ૫ નંગ ફણસી ના ટુકડા
•૧ નંગ નાના ગાજરને ટુકડા
•1 ટી કપ ફલાવર
•અડધો કપ લીલા વટાણા
•એકટી કપ કોબી
•4 ટેબલ સ્પૂન દેશી ધી
•સો ગ્રામ પનીર એટલે કે ૧૦ થી ૧૨ પનીરના ટુકડા દાખલા તરીકે તમે છીણેલુ પનીર પણ લઈ શકો છો.

તાપ માટે:-

• 25 ગ્રામ બટર
• 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી
• તમાલ પાન

મસાલા:- Masala for Veg Handi

•૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
•૧/૨ ટી સ્પૂન કિચન કિંગ
•૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
•૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
•૧/૨ ટી સ્પૂન ધાણા-જીરુ પાવડર
•૧/૨ ટી સ્પૂન હળદર પાવડર
•૧/૨ ટી સ્પૂન જાયફળ
•૧/૨ ટી સ્પૂન ખાંડ

બનાવવાની રીતઃ- Instructions for Veg Handi In Gujarati

સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક પેન મુકીશું . હવે તેમાં આપણે ઘી ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં કોબી સાંતળી લઈશું. હવે તેમાં મસાલા એડ કરી દઈએ ત્યારબાદ બાફેલા શાક નાખવા પછી ગ્રેવી નાખવી પછી જાયફળ ખાંડ મીઠું પનીરના ટુકડા બધું જ નાખી બરાબર મિક્સ કરો ઘી છૂટું પડે પછી તેની તાપ આપવાનો

તાપ:-

એક નોનસ્ટિક પેનમાં બટર ગરમ કરી તમાલપત્ર કસૂરી મેથી કસૂરી મેથી નાખી સબ્જી ઉમેરવું પાણીના છટકાવ થી તાપ આપવો
તો રેડી છે આપણે એકદમ ટેસ્ટી ચટપટી અને રેસ્ટોરન્ટ જેવી પરફેક્ટ વેજ હાંડી પંજાબી સબ્જી જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો youtube માં છે. theDevyani’s kitchenGujarati

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.