The Devyani's KitchenTest of Restaurant at Home
તરબૂચ મોજીટો બનાવવાની રીત | તરબૂચ મોકલેટ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | watermelon mojito banavani rit | Drink virgin Mojito | watermelon mojito recipe in Gujarati

તરબૂચ મોજીટો બનાવવાની રીત | તરબૂચ મોકલેટ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | watermelon mojito banavani rit | Drink virgin Mojito | watermelon mojito recipe in Gujarati

આજે આપણે બનાવવાના છીએ તરબૂચ મોજીટો. ગરમીની શરૂઆત થઇ ચૂકી છે અને ગરમી માટે તરબૂચ એક એવું ફ્રૂટ છે જે આપણા શરીરમાં પાણી ઘટવા દેતું નથી, એટલે કે શરીરને જરૂર માત્રામાં પાણી પૂરું પાડે છે. આમ ગરમીઓ માટે ખાસ એવું આજે તરબૂચ નો જ મોજીટો બનાવવાના છીએ. ગરમીમાં આ મોજીટો પીવાની મજા જ કંઈક અલગ હોય છે તો એકદમ આસાનીથી ઘરે જ બની જાય તેવો તરબૂચનો મોજીટો બનાવવાનું શરૂ કરીએ.

( Tags-તરબૂચ મોજીટો બનાવવાની રીત | તરબૂચ મોકલેટ | કાફે જેવુ જ મોજીટો | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Watermelon mojito banavani rit | Drink virgin Mojito | Watermelon mojito recipe in Gujarati | How to make Watermelon mojito | Mocktail refreshing drink | Mojito in Gujarati | Summer Special )

તરબૂચ મોજીટો બનાવવાની સામગ્રી ( Ingredients for Watermelon Mojito )

  • અડધું તરબૂચ
  • 1 લીંબુ
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • સાદી સોડા
  • 5 થી 6 ફૂદીના ના પાન
  • બરફ ના ટુકડા

મોજીટો બનાવવા માટે સૌ પ્રથમ એક તરબૂચ લેવું અને તેને ચપ્પુની મદદથી બે ભાગમાં કાપી લેવું. હવે રાઉન્ડ વાળી ચમચીની મદદથી તેને cube કરી લેવું. હવે અડધું તરબૂચ હતું તેમાંથી મીડીયમ સ્લાઈઝ કાપી લેવી અને તેમાં નાના-મોટા રાઉન્ડ કાપી અને ડેકોરેશન માટે તેને તૈયાર કરી લેવું. ( તમે તેને skip પણ કરી શકો છો ). હવે લીંબુ ને લેવું અને તેને નાના પીસ માં લીંબુ કાપી લેવાનું છે.

હવે લીંબુના પીસીસ કાપ્યા પછી લીંબુની થોડી સ્લાઈઝ કાપી લેવી અને તરબૂચનો મોજીટો ગરમીમાં પીવાની ખૂબ જ મજા આવે છે અને તે ફટાફટ થી બની જાય છે.

હવે એક કાચ નો ગ્લાસ કે કપ કોઈ પણ એક લેવું અને તેમાં લીંબુના પીસીસ, તરબૂચના ક્યુબ્સ, થોડા ફુદીનાના પાન અને એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવી અને આ બધી જ વસ્તુઓને ખારણીમાં દસ્તો આવે છે તેના મદદથી પીસવાનું છે.

હવે હળવા હાથે બધું જ પીસી લેવું અને તેમાં થોડા બરફના ટુકડા ઉમેરી, લીંબુ ની સ્લાઈસ કરી હતી તેને ગ્લાસમાં મૂકી અને જે પીસીને મિશ્રણ તૈયાર કર્યું હતું તેને ચમચીની મદદથી ગ્લાસમાં ઉમેરી દેવું અને ફરી થોડા ફૂદિનાના પાન ઉમેરીને અને સાથે જ થોડું મીઠું ઉમેરી અને ગ્લાસમાં સાદી સોડા ઉમેરી ઉમેરવી.

હવે તમે ગ્લાસમાં સોડા ઉમેરી પછી ઉપરથી થોડા તરબૂચના ક્યુબ્સ પણ ઉમેરી શકો છો અને આ તરબૂચનો મોજીટોને ઠંડો ઠંડો સર્વ કરી શકો છો આ તરબુચનો મોજિટો ગરમીઓમાં ખાસ પીવાનો હોય છે. આ ગરમીની સિઝનમાં તમે ઘરે એક વાર જરૂર બનાવીને બધાને પીવડાવજો. જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તો તમે પણ મારી વેબસાઈટમાંથી જોઈને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ફૂલઝર સોડા બનાવવાની રીત
કિસમિશ બનાવવાની રીત
ચોકલેટ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.